ધનતેરસ ના દિવસે ભૂલથી પણ ના ખરીદવી આ વસ્તુ, જાણો એના પાછળ નું કારણ...

Monday, 21 October 2019

ધનતેરસ ના દિવસે ભૂલથી પણ ના ખરીદવી આ વસ્તુ, જાણો એના પાછળ નું કારણ...

તમને એ વસ્તુનું તો ખ્યાલ હશે કે ધનતેરસના દિવસે કઈ ખરીદી શકો પણ એ નહીં જાણતા હોવ કે કઈ વસ્તુ ઘરે ન લાવવી. તો તેની પર કરો એક નજર.

ધનતેરસ દિવસે ઘણાં લોકો બજારમાં જઈ કંઈ ને કંઈ ખરીદી કરે છે. ધનતેરસના દિવસે ખરીદીનું ખાસ મહત્વ માનવામાં આવે છે. જેનાથી તેમના ઘરમાં સમૃદ્ધિ બની રહે. ધનતેરસને ખરીદીનો મહાદિવસ માનવામાં આવે છે. માન્યતા છે કે, ધનતેરસના શુભ દિવસે સોના, ચાંદી, અને વાસણની ખરીદી કરવામાં આવે છે. 

લોખંડ માન્યતા છે કે ધનતેરસના દિવસે લોખંડની બનાવેલી વસ્તુ ઘરમાં ન લાવવી. જો લાવવી હોય તો તેના એક દિવસ પહેલા ખરીદો. ખાલી વાસણ આમ તો તમને દુકાનમાં ખાલી વાસણમાં અનાજ ભરીને નથી આપતાં પણ કોશિશ કરો કે ઘરમાં વાસણ લાવતાં પહેલાં પાણી અથવા કોઈ બીજી વસ્તુથી ભરો.

ધારદાર હથિયાર ધનતેરસના દિવસે જો તમે ખરીદી કરવા નીકળો તો ચપ્પુ, કાતર જેવી વસ્તુથી દૂર રહો કોઈપણ ધારદાર વસ્તુ ન ખરીદો. ધનતેરસના દિવસે તેલ કે ઘી, રિફાઈન્ડ જેવી વસ્તુ ન લાવવી. ધનતેરસના દિવસે દીવો કરવા માટે તેલ ઘી જેવી વસ્તુની જરૂર પડશે એટલા માટે તેને પહેલાં ખરીદો લો.

સ્ટીલ ન ખરીદો ધનતેરસના દિવસે વાસણ ખરીદવાની પરંપરા ઘણાં સમયથી ચાલે છે. સ્ટીલ પણ લોહાનું બીજું રૂપ છે. એટલા માટે કહેવામાં આવે છે કે સ્ટીલનું વાસણ ન ખરીદો. કાળાં રંગની વસ્તુ ધનતેરસના દિવસે કાળાં રંગની વસ્તુ બને તો ઘરમાં ન લાવો. જ્યારે કાળો રંગ હંમેશા દુરભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે કાળા રંગની ખરીદી ન કરો.


NEXT ARTICLE Next Post
PREVIOUS ARTICLE Previous Post
NEXT ARTICLE Next Post
PREVIOUS ARTICLE Previous Post
 

Delivered by FeedBurner