સાવધાન, કોલેસ્ટેરોલ લેવલ વધી રહ્યું છે તમારું....

Tuesday, 19 February 2019

સાવધાન, કોલેસ્ટેરોલ લેવલ વધી રહ્યું છે તમારું....

લીલાં શાકભાજી એક વરદાન છે મનુષ્ય જીવન માટે


જો તમે રોજિંદા જીવન માં લીલા શાકભાજી નથી લઈ રહ્યા તો તમે ઘણા બધા રોગો ના શિકાર બનવાની તૈયારી માં છો.


by સેવીયર
     લોકો ની ફરિયાદ હોય છે કે અમે લીલા શાકભાજી તો રોજ ખાઈએ છીએ, તો પણ અમારા શરીર માં કોલેસ્ટેોલના પ્રમાણ માં જરાક પણ ઘટાડો નથી થતો. મતલબ કે લીલા શાકભાજી ખાવાથી પણ કોલેસ્ટરોલ ના લેવલ માં કોઈજ ઘટાડો નથી થતો. દોસ્તો ખરેખર આ વાત તદ્દન ખોટી છે. આવો જાણીએ આના પાછળ ના થોડાક તથ્ય...
   બીમાર પડીએ અને ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર સલાહ જરૂર આપશે કે તીખું તળેલું અને વધારે મસાલા યુક્ત ખાવાનું ટાળજો. પણ જે માણસ ની જીભ ચટપટું ખાવાથી ટેવાયેલી હોય એને સાદું સાદું જમવાનું ભાવે ખરું? તમને પણ ઘણી વાર વિચાર આવતો હસે કે આ ડોક્ટર આપણ ને શિખામણ આપે છે તો શું એ ચટપટું ખાવાનો શોખીન નહી હોય. તમે તમાંરી જગ્યાએ સાચા છો.
   આ જમાના માં તંદુરસ્ત રેહવા માટે બધું જ ખાવું જરૂરી બની ગયું છે. તો આજે આપડે વાત કરીએ લીલા શાકભાજી ની.
   લીલાં શાકભાજી તમને અંસંખ્ય નાના મોટા રોગો ને મટાડવા માં ખૂબ મદદરૂપ હોય છે. બસ તેને ખાવાની રીત યોગ્ય હોવી જોઈએ. તો શું હોય યોગ્ય રીત?
   લીલાં શાકભાજી ને તેલ માં લાંબો સમય સુધી ના રાંધવા જોઈએ. આમ કરવાથી એમાં રહેલા પોષક તત્વો તથા વિટામિન મિનરલ્સ નો નાશ થાય છે. કોલેસ્ટરોલ ઘટાડવા માટે ઉપયોગી વિટામિન અને મિનરલ્સ ત્યાં જ નાશ થઈ જાય તો સમજો લીલા શાકભાજી ખાવાનો કોઈ મતલબ છે?
  બીજી વસ્તુ કે અમુક લીલા શાકભાજી ને કાચા જ ખાવા જોઈએ. કાચા ખાવાથી વિટામિન અને મિનરલ્સ વધારે માત્ર માં શરીર ને મળે છે.


NEXT ARTICLE Next Post
PREVIOUS ARTICLE Previous Post
NEXT ARTICLE Next Post
PREVIOUS ARTICLE Previous Post
 

Delivered by FeedBurner